સત્ય સ્વરૂપ જીવનના ત્રણ તબક્કા છે
વૃ દ્ધનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે, જેથી તે કુટુંબીજનોનું અપમાન કરે છે, તેની સામે ક્રોધ કરે છે, રોષ વ્યક્ત કરે છે નિંદા કરે છે, જેથી કુટુંબીજનોં તેનાથી દૂર રહે છે, દૂર ભાગે છે આથી વૃદ્ધને વધુ અપમાન લાગે છે, આમ અસત્યના આધારે ચક્ર ચાલ્યા જ કરે છે, જેથી બંને દુખી હોય છે, પણ એકબીજા સ્પષ્ટતા કરવા તૈયાર હોતા નથી ક્રોધ સ્પષ્ટતા કરવા જ દેતું નથી બંનેને અપમાનનો ભય સતાવે છે.
વૃદ્ધોના જીવનની આ બધી પરિસ્થિતિમાં તેઓ માનભેર કેવી રીતે જીવી શકે તે વિચારણીય આજનો અત્યારનોમહત્ત્વનો પ્રર્શ્ન બની ગયો છે, ઘરડાઘરો એ આનો ઉકેલ નથી, તે પણ સત્ય છે.
વૃદ્ધ માણસની પોતાની જ રીતે સ્વસ્થતા પ્રાપ્ત કરીને આથક સલામતી, સારું આરોગ્ય, સકારાત્મક વિચારો, પરિવર્તનનો સ્વીકાર તેમ જ સ્વાર્થ, લોભ, ઇચ્છા અને અપેક્ષાઓને. આશાઓને તૃષ્ણાઓને છોડી દે અને સમગ્ર પરિસ્થિતિને સમજે તો સુખ, શાંતિ, સંતોષ અને આનંદનો અનુભવ થઈ શકે છે, અને કરી જ શકે તો જીવન જીવવા જેવું વૃદ્ધોને લાગશે, પણ આજના વાતાવરણમાં શક્ય તે પણ શક્ય લાગતું જ નથી.
આજના વૃધ્ધો પોતે આત્મિક સત્યમાં સ્થિર થઈને જીવન જીવ્યા જ હોતા નથી તેઓ પોતાના સ્વભાવમાં કે જાતમાં સ્થિર થઈને જીવ્યા જ હોતા નથી, જેથી તેનામાં આત્મિક સત્યતા અંકિત થયેલ હોતી નથી, જેથી જે વિશાળતા જોઈએ તેવી વિશાળતામાં સ્થિર હોતા નથી, અને માંનસિક રીતે વધુ સંકુચિત થઈ ગયા હોય છે, એટલે કશું પણ મનથી જતું કરવા તૈયાર હોતા નથી, તેજ મહા મુશ્કેલી છે, અને આને કારણે જ દુઃખી હોય છે, જો જીવનમાં વિશાળતા ધારણ કરી હોય તો અત્યારે ઓછામાં ઓછી મુશ્કેલી પડે પણ આખી જિંદગી પદાર્થની પકડ ધરી બનીને જીવ્યા હોય તેણે ડહાપણ અક્ષય જ લાગે છે કારણકે આ બધુ જ છોડવું પડે છે, તે છૂટતું નથી, જેથી વ્યગ્ર રહે છે.આમાં કુટુંબના સભ્યો કરતાં વૃદ્ધોનો વધુ વાંક હોય છે, તેઓ વધુ પ્રમાણમાં અસ્થિર અને ચંચળ બની ગયા હોય છે અને મન ઘણુ આળું થઈ ગયું હોય છે તે જ તકલીફ છે સત્ય સમજવાની તૈયારી હોતી નથી અને પોતાનો કકો કુટયા જ કરે છે, કરતાં હોય છે, જેથી કુટુંબના સભ્યો દૂર રહે છે, તેમ તેમ વૃદ્ધો વધુ દુઃખી થાય છે.
આજના વૃદ્ધો બદલાની ભાવના વધુ પ્રમાણમાં અંકિત થઈ ગઈ હોય છે, તે વિચારે છે કે મે મારા બાળકો માટે કેટકેટલું કામ કર્યુંં તેનું હું આ અપમાનજનક પરિણામ ભોગવું છું તેવું વિચારતો હોય છે, આમ વિચારવું જ ખોટું છે, પણ તેનામાં વિશાળતા કે સત્યતા અંકિત થયેલ હોતી નથી, એટલે બધુ જ પોતાની રીતે સંકુચિતતામાં સ્થિર થઈને જ વિચારે છે, તેજ મોટી તકલીફમાં પોતે મુકાય છે, જો વિશાળતામાં સ્થિર હોય તો તો કોઈ સવાલ જ રહેવા પામે જ નહિ, બધુ જ સલુકાયથી સરળતાથી ચાલે, છે પણ આમાં પોતાનો અહંકાર અને રાગદ્વેષ અને તૃષ્ણા વગેરે ઓગાળવા જ પડે છે તોજસલુકે અને સરળતા સહજતા અને સ્થિરતા અંકિત થાય છે.
(ક્રમશ:)
- તત્વચિંતક વિ પટેલ
From:https://www.gujaratsamachar.com/news/dharmlok/there-are-3-stages-of-life