આંતરમનના આટાપાટા:ઉંમરથી સિનિયર સિટીઝન થાવ, વિચારો અને મનથી વૃદ્ધ ન થશો
માણસ કોઈ એક્સપાયરી ડેટ લખેલી દવાનું સેમ્પલ નથી. એની જીવંતતા, એની તાજગી વધારાય અને સંતમ્મા અથવા પ્રો. ગુડનફની માફક એ કોઈ અદભુત કામ કરી શકે એમાં આપણે નિમિત્ત બનીએ તો કેવું સારું?
માણસ જન્મે છે એ દિવસને જન્મદિવસ કહેવાય છે. સમય વહેતો રહે છે. જન્મદિવસો ઊજવાતા રહે છે અને એ મોટો થાય છે. બાળક, કિશોર, તરુણ, યુવાન, આધેડ, ષષ્ઠીપૂર્તિ ઊજવનાર અને તેથી આગળ 75 વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ઊજવવાનો અધિકાર.
આગળ જીવે ત્યારે અત્યાર સુધી નામથી ઓળખાતો, એ માણસ માટેનું સંબોધન બદલાય છે. 60 વર્ષનો થાય અને સફેદ વાળની બહુમતી વધે એટલે એને ‘કાકા’ તરીકે સંબોધાય છે. 75એ પહોંચતા થોડા ઘણા અથવા પૂરેપૂરા દાંત વિદાય લે, પગની ઢાંકણી બદલાવી હોય અથવા બદલવાની હોય, આંખે મોતિયો ઉતરાવાઇ ગયો હોય, કાને થોડું ઓછું સંભળાતું થાય અને માથે લગભગ ધોળા થઈ જાય, આવાં લક્ષણો દેખાવા માંડે એટલે એ ‘કાકા’માંથી અનુસ્નાતક થઈને ‘દાદા’ બને છે. ક્યારેક એ પોતે કહે છે, ક્યારેક આજુબાજુવાળા પણ કહી નાખતા હોય છે, ‘હવે કાઢ્યાં એટલાં ક્યાં કાઢવાનાં છે?’ વૃદ્ધાવસ્થા એટલે જાણે કે મૃત્યુનું પ્લેન જ્યાંથી ઊડવાનું છે તે એરપોર્ટ અથવા યમપુરી એક્સપ્રેસ (નોનસ્ટોપ!) ટ્રેનનું પ્લેટફોર્મ. માણસમાં હકારાત્મકતા ઓછી થાય, નકારાત્મકતા જાણે કે એનો કબજો લઈ લે.
આજુબાજુના માણસો ક્યારેક એણે જો ટ્રેક કે ટી-શર્ટ પહેર્યું હોય તો જરાક મજાક પણ કરી લે, ‘શું દાદા? આજે તો નવયુવાન લાગો છો ને!’ ઘડપણ એટલે વિરક્ત થવાનો અવસર. આંખે છાજલી કરીને મોતની રાહ જોવાનો મોકો. આ વાત સામે મને મૂળભૂત રીતે વાંધો છે. આજે જ એના બે દાખલા નજર સામે આવ્યા જેણે મને આ લખવા માટે પ્રેર્યો છે.
પહેલો દાખલો પ્રો. જ્હોન બી. ગુડનફનો છે. એમને અન્ય સાથી સાથે લિથિયમ આયન બેટરીના સંશોધન માટે 2019માં નોબલ પારિતોષિક મળ્યું. એ વખતે આ પ્રોફેસરની ઉંમર હતી માત્ર 97 વર્ષ! કંઈ સમજણ પડે છે? ભણવું એ જન્મથી મૃત્યુ સુધી એટલે કે ‘WOMB to TOMB’ સુધીની ઉંમરમાં કરી શકાય. આપણે ત્યાં તો કેટલાંક કંટાળીને આનાથી ઘણી નાની ઉંમરે કહેતા હોય છે, ‘હવે તો લાકડાંમાં જવાનો સમય થયો.’
જ્હોન ગુડનફનો જન્મ જર્મનીમાં અમેરિકન માતાપિતાના ખોળે થયો હતો. યેલ યુનિવર્સિટીમાં ગણિતનો અભ્યાસ કર્યા પછી, તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન યુએસ આર્મીમાં હવામાનશાસ્ત્રી તરીકે સેવા આપી. ત્યારબાદ તેમણે શિકાગો યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો જ્યાં 1952માં ભૌતિકશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેમણે ગ્રેટ બ્રિટનની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કામ કર્યું. 1986થી તેઓ ઓસ્ટિન ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં પ્રોફેસર છે. બેટરીમાં વિદ્યુત ઊર્જાનો સંગ્રહ કરવો એ વિશ્વના ઊર્જા પુરવઠાના પ્રશ્નના ઉકેલનું મુખ્ય પરિબળ છે. લિથિયમ તત્ત્વ બેટરીમાં ઉપયોગી છે કારણ કે તે સ્વેચ્છાએ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. 1980માં જ્હોન ગુડનફે કોબાલ્ટ ઓક્સાઇડના કેથોડ સાથે લિથિયમ બેટરી વિકસાવી હતી, જે પરમાણુ સ્તરે લિથિયમ આયનો રાખી શકે તેવી જગ્યાઓ ધરાવે છે. આ કેથોડે અગાઉની બેટરી કરતાં વધુ વોલ્ટેજ આપ્યું હતું. લિથિયમ-આયન બેટરીના વિકાસ માટે ગુડનફનું યોગદાન નિર્ણાયક હતું, જેનો ઉપયોગ આજે મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રિક કારમાં થાય છે.
આ પ્રો. ગુડનફને પૂછવામાં આવ્યું કે તમે હજુ પણ લેબોરેટરીમાં કામ કરો છો? એમનો જવાબ સાંભળવા જેવો છે. એમણે કહ્યું કે કોઈ માણસ નિવૃત્ત થાય એટલે એકમાત્ર કામ એને મોતની રાહ જોવા માટે જીવવાનું છે એવો અર્થ નથી થતો. ‘if one retires it doesn’t mean he should wait to
die.’
નિતનવું શીખવાની, પ્રયોગો કરવાની અને નોબલ પરિતોષિક મળે એવી ગુણવત્તાસભર
શોધખોળ વિકસાવવાની પ્રવૃત્તિમાં જે માણસ સતત લાગ્યો રહે છે તેને 97 વર્ષનો યુવાન કહેવો જોઈએ ને?
બીજો દાખલો એક બહેનનો છે. એક ફોટોગ્રાફ મારી સામે છે. એક વૃદ્ધા બંને હાથમાં વોકિંગ સ્ટિક લઈને ઊભેલી દેખાય છે. આંખે મોટા દાબડા જેવા ચશ્મા છે. આ બેન ક્યાં જતા હશે કહો તો? હોસ્પિટલ જ હોય ને! તમારી આ ધારણા સંપૂર્ણ ખોટી છે. બે વોકિંગ સ્ટિક એના બંને હાથોમાં પકડીને આ બેન સેન્ચ્યુરીયન યુનિવર્સિટી (આંધ્રપ્રદેશ)માં જઈ રહ્યા છે. હું જો એમ કહીશ કે આ બેન રોજ 60 કિલોમીટરની બસમાં મુસાફરી કરીને ભણાવવા પહોંચે છે તો તમે માનશો? આ બેનનું નામ છે સંતમ્મા અને ઉંમર માત્ર 95 વર્ષ. તેઓ યુનિવર્સિટીમાં
મેડિકલ ફિઝિક્સ, રેડિયોલોજી અને એનેસ્થેશિયા
ભણાવે છે. તેમનાં માર્ગદર્શન હેઠળ 17 વિદ્યાર્થીઓએ પીએચડીની ડિગ્રી મેળવી છે. આ બેને ભગવદ્્ગીતાનો અંગ્રેજી અને તેલુગુ ભાષામાં અનુવાદ કર્યો છે. આ સિવાય પણ તેઓ રિસર્ચ એટલે કે સંશોધનના કામમાં ઘણાં ડૂબેલાં છે. એમનો ઇરાદો એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપીને દુનિયામાં સૌથી ઉંમરલાયક પ્રોફેસર તરીકે પોતાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાનો છે. તેમનું માનવું છે કે સ્વાસ્થ્ય આપણાં મનમાં છે અને હૃદય આપણી સંપત્તિ છે. આપણે હંમેશાં આપણાં મન અને હૃદયને સ્વસ્થ રાખવું જોઈએ. આપણે અહીં એક હેતુ માટે છીએ અને એ છે જીવનના છેલ્લા શ્વાસ સુધી શીખો અને શીખવતા રહો.
આપણાં બધાં માટે કેટલી મોટી પ્રેરણા આપતો આ દાખલો છે, ખરું ને? અંતમાં, જો તમારી પાસે લોખંડી ઈચ્છાશક્તિ અને પ્રતિબદ્ધતા હોય તો કોઈપણ સિદ્ધિ હાંસલ કરવામાં તમારા માર્ગમાં કશું જ નહીં આવે. આ મહાન લેડી ટીચર સંતમ્મા, આપણાં સૌની આ બેનને હૃદયપૂર્વકની શુભકામનાઓ.
પ્રો. ગુડનફ (97 વર્ષ), પ્રો. સંતમ્મા (95 વર્ષ), બે જુદા જુદા દેશમાં વસતી આ બંને વિશિષ્ટ પ્રતિભાઓ પાસેથી આપણે પ્રેરણા લઈશું ને?
આજથી ઉંમર સાથે દેખાવ કે કામગીરીને જોડવાનું બંધ કરીએ. કાકા અથવા દાદા તો દરેક ઘરમાં સામાજિક સંબંધોએ પણ હોય છે, ઉંમર સાથે જોડીને આવાં સંબોધનો આપણે ન કરીએ તો? કેટલાક દેશોમાં તો સુપર સ્ટોરના કાઉન્ટર ઉપર કોઈ વૃદ્ધા માહિતી લેવા જાય તો પેલો માહિતી આપનાર કે માર્ગદર્શન આપનાર એનું સ્વાગત કરતા કહે છે, ‘યસ યંગ લેડી, વોટ કેન આઈ ડૂ ફોર યુ?’ અથવા ‘યસ યંગ લેડી, હાઉ કેન આઈ હેલ્પ યુ?’ આ ધમધમાટ ચાલતી 80 કે 85 વર્ષની બહેનને જે દેશ ‘યંગ લેડી’ કહીને સન્માન આપતો હોય તે લાંબુ આયખું ભોગવે એ તો ઠીક પણ જેટલું ઈશ્વરનું આપ્યું જીવન છે તેટલું તો આનંદથી વિતાવે!
ઘડપણ એ માનસિક પ્રક્રિયા છે. ઘડપણની સાથે કેટલીક શારીરિક મર્યાદાઓ પણ આવે છે. યાદ રાખો, માણસ કોઈ એક્સપાયરી ડેટ લખેલી દવાનું સેમ્પલ નથી. એની જીવંતતા, એની તાજગી વધારાય અને સંતમ્મા અથવા પ્રો. ગુડનફની માફક એ કોઈ અદ્્ભુત કામ કરી શકે એમાં આપણે નિમિત્ત બનીએ તો કેવું સારું?
વૃદ્ધ કે વૃદ્ધા મોતની રાહ જોઈ રહેલું માનવશરીર નથી. એને પણ કંઈક કરવું છે. એની પણ લાગણીઓ અને વિશિષ્ટ દૃષ્ટિ હોઈ શકે છે. આવું સમજીને
આજથી આપણે કોઈ 85 વર્ષના યંગમેન કે 95 વર્ષની યંગ વુમનને મળીએ તો ક્યારેય એને ન ગમે એવી ટીકા કરવાથી દૂર રહીશું, મદદરૂપ બનીશું અને જરૂર હોય તો એને લાગણી આપીશું. મારી આ વાત અમલમાં
મૂકશો ખરા?
From:
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/become-a-senior-citizen-by-age-dont-grow-old-in-thought-and-mind-130984176.html
भीतर की उथल-पुथल : उम्र के हिसाब से वरिष्ठ नागरिक बनें, विचार और मन से बूढ़े न हों
मनुष्य कोई दवा का नमूना नहीं है जिस पर समाप्ति तिथि लिखी हो। उसकी जीवंतता, उसकी ताजगी बढ़ जाती है और संतम्मा या प्रो. यह कितना अच्छा होगा यदि हम गुडइनफ जैसे किसी व्यक्ति के शानदार काम करने में सहायक हो सकें?
जिस दिन व्यक्ति का जन्म होता है उसे जन्मदिन कहते हैं। समय बहता रहता है। जन्मदिन आते रहते हैं और बड़े होते हैं। बाल, किशोर, युवा, युवा, अधेड़, 60वां जन्मदिन और 75 वर्ष से अधिक यानी अमृत महोत्सव मनाने का अधिकार।
बाद के जीवन में आदमी का पता, जिसे अब तक नाम से जाना जाता था, बदल जाता है। 60 वर्ष की आयु तक पहुँचने और बाल अधिक सफेद होने के बाद, उन्हें 'चाचा' कहकर संबोधित किया जाता है। 75 वर्ष की आयु तक कुछ या सभी दाँत निकल जाते हैं, पैर का आवरण बदल जाता है या बदलने वाला होता है, आँखों में मोतियाबिन्द होता है, कानों से कुछ कम सुनाई देता है और सिर लगभग धुल जाता है।' कभी वह खुद कहता है, कभी आस-पास के लोग कहते हैं, 'अब हम इसे कहां से निकालेंगे?' बुढ़ापा उस हवाई अड्डे की तरह है जहां से मौत का विमान उड़ान भरने वाला है या यमपुरी एक्सप्रेस का प्लेटफॉर्म। -स्टॉप!) ट्रेन। जब किसी व्यक्ति में सकारात्मकता कम हो जाती है तो नकारात्मकता हावी होने लगती है।
आसपास के लोग कभी-कभी ट्रैक या टी-शर्ट पहने हुए थोड़ा मजाक भी करते हैं, 'क्या दादा? तुम आज जवान लग रहे हो, है ना?' आंख बंद करके मौत का इंतजार करने का मौका। मैं मूल रूप से इसका विरोध करता हूं। इसके दो उदाहरण आज मेरे सामने आए जिन्होंने मुझे यह लिखने के लिए प्रेरित किया।
पहला उदाहरण प्रो. जॉन बी. गुडइनफ का। उन्हें अन्य सहयोगियों के साथ लिथियम-आयन बैटरी पर अपने शोध के लिए 2019 में नोबेल पुरस्कार मिला। उस वक्त इस प्रोफेसर की उम्र महज 97 साल थी! क्या कुछ समझ में आता है? जन्म से लेकर मृत्यु तक यानी 'WOMB to TOMB' तक सीखना हो सकता है। हममें से कुछ ऊब जाते हैं और बहुत छोटी उम्र में ही कहते हैं, 'जंगल जाने का समय हो गया है।'
जॉन गुडएनफ का जन्म जर्मनी में अमेरिकी माता-पिता के घर हुआ था। येल विश्वविद्यालय में गणित का अध्ययन करने के बाद, उन्होंने द्वितीय विश्व युद्ध के दौरान अमेरिकी सेना में मौसम विज्ञानी के रूप में कार्य किया। इसके बाद उन्होंने शिकागो विश्वविद्यालय
में भाग लिया जहाँ उन्होंने 1952 में भौतिकी में डॉक्टरेट की उपाधि प्राप्त की। इसके बाद उन्होंने ग्रेट ब्रिटेन में मैसाचुसेट्स
इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी और ऑक्सफोर्ड यूनिवर्सिटी में काम किया। 1986 से वह ऑस्टिन में टेक्सास विश्वविद्यालय में प्रोफेसर हैं। दुनिया की ऊर्जा आपूर्ति समस्या को हल करने में बैटरी में विद्युत ऊर्जा का भंडारण एक महत्वपूर्ण कारक है। लिथियम तत्व बैटरी में उपयोगी है क्योंकि यह स्वतंत्र रूप से इलेक्ट्रॉनों को मुक्त करता है। 1980 के दशक में, जॉन गुडएनफ ने कोबाल्ट ऑक्साइड के कैथोड के साथ एक लिथियम बैटरी विकसित की, जिसमें ऐसी साइटें होती हैं जो आणविक स्तर पर लिथियम आयनों को धारण कर सकती हैं। इस कैथोड ने पिछली बैटरी की तुलना में अधिक वोल्टेज दिया। गुडएनफ का योगदान लीथियम-आयन बैटरी के विकास में महत्वपूर्ण था, जिनका उपयोग आज मोबाइल फोन और इलेक्ट्रिक कारों में किया जाता है।
यह प्रो. गुडएनफ से पूछा गया, "क्या आप अभी भी प्रयोगशाला में काम करते हैं?" उनका जवाब सुनने लायक है। उन्होंने कहा कि सिर्फ इसलिए कि एक आदमी सेवानिवृत्त हो जाता है, इसका मतलब यह नहीं है कि उसका एकमात्र काम मौत की प्रतीक्षा में जीना है। 'अगर कोई रिटायर हो जाता है तो इसका मतलब यह नहीं है कि उसे मरने का इंतजार करना चाहिए।'
एक आदमी जो लगातार सीखने, प्रयोग करने और गुणवत्तापूर्ण खोजों को विकसित करने की गतिविधि में लगा हुआ है, जो महान पुरस्कार प्रदान करेगा, उसे 97 वर्षीय कहा जाना चाहिए, है ना?
एक और उदाहरण एक बहन का है। मेरे सामने एक तस्वीर है। एक बूढ़ी औरत दोनों हाथों में लाठी लिए खड़ी नजर आ रही है। आंखों में चश्मे जैसा बड़ा चश्मा लगा होता है। बताओ यह बेन कहाँ जा रहा है? अस्पताल वही है! आपकी यह धारणा बिल्कुल गलत है। अपने दोनों हाथों में दो लाठी लिए यह बेन सेंचुरियन यूनिवर्सिटी
(आंध्र प्रदेश) जा रहा है। क्या आप मुझ पर विश्वास करेंगे अगर मैं आपको बताऊं कि यह बेन अपने शिक्षण तक पहुंचने के लिए हर दिन बस से 60 किलोमीटर की यात्रा करता है? इस बेन का नाम संतम्मा है और उम्र महज 95 साल है। वह यूनिवर्सिटी में मेडिकल फिजिक्स, रेडियोलॉजी और एनेस्थीसिया पढ़ाते हैं। उनके मार्गदर्शन में 17 छात्रों ने पीएचडी की डिग्री हासिल की है। इन दोनों ने भगवद गीता का अंग्रेजी और तेलुगु भाषाओं में अनुवाद किया है। इसके अलावा ये रिसर्च में भी काफी डूबे रहते हैं। उनका इरादा विश्व रिकॉर्ड स्थापित करने और गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में दुनिया के सबसे बुजुर्ग प्रोफेसर के रूप में अपना नाम दर्ज कराने का है। उनका मानना है कि स्वास्थ्य हमारे दिमाग में है और दिल हमारा धन है। हमें अपने दिल और दिमाग को हमेशा स्वस्थ रखना चाहिए। हम यहां एक उद्देश्य के लिए हैं और वह है जीवन की अंतिम सांस तक सीखना और सिखाना।
हम सभी के लिए कितना प्रेरक उदाहरण है, है ना? अंत में, यदि आपके पास दृढ़ इच्छाशक्ति और प्रतिबद्धता
है तो कुछ भी हासिल करने के लिए आपके रास्ते में कोई बाधा नहीं आएगी। इस महान महिला शिक्षिका संतम्मा, इस बेन को हमारी हार्दिक शुभकामनाएं।
प्रो गुडएनफ (97 वर्ष), प्रो. संतम्मा (95 वर्ष), क्या हम दो अलग-अलग देशों में रहने वाली इन दो अद्वितीय प्रतिभाओं से प्रेरणा लेंगे?
आइए आज से ही उम्र के साथ दिखावट या प्रदर्शन को जोड़ना बंद करें। मामा या दादा भी तो हर घर में सामाजिक संबंधों में होते हैं, ऐसे पतों को हम उम्र से न जोड़ेंगे तो? कुछ देशों में, यदि कोई बुजुर्ग व्यक्ति किसी सुपर स्टोर के काउंटर पर जानकारी मांगने जाता है, तो सूचना देने वाला या गाइड यह कहकर उसका अभिवादन करता है, 'हां युवती, मैं तुम्हारे लिए क्या कर सकता हूं?' या 'हां युवती, कैसे क्या मैं आपकी मदद कर सकता हूँ?'' हंगामा जो देश चलती फिरती 80 या 85 साल की बूढ़ी
बहन को 'युवती' कह कर सम्मान देता है, वह लंबी उम्र जिए लेकिन उसे जितना जीवन है, सुख
से जीने दो!
परिपक्वता एक मानसिक प्रक्रिया है। उम्र बढ़ने के साथ कुछ शारीरिक सीमाएँ
आती हैं। याद रखें, इंसान कोई ड्रग सैंपल नहीं है जिसकी एक्सपायरी डेट हो। उसकी जीवंतता,
उसकी ताजगी बढ़ जाती है और संतम्मा या प्रो. यह कितना अच्छा होगा यदि हम गुडएनफ जैसा
अद्भुत काम करने में किसी की मदद करने में सहायक हों?
बूढ़ा या बूढ़ा कोई मानव शरीर नहीं है जो मरने की प्रतीक्षा कर रहा
हो। उसे भी कुछ करना है। इसमें भाव और विशेष दृष्टि भी हो सकती है। इसे समझना
अब से अगर हम किसी 85 वर्षीय युवक या 95 वर्षीय युवती से मिलते हैं
तो हम उसकी कभी आलोचना नहीं करेंगे, हम उसकी मदद करेंगे और जरूरत पड़ने पर उसे भाव
देंगे। मेरी बात पर अमल किया जाता है
सही करो?