મર વધતી જાય એમ ઉદારતા વધતી હુ જવી જોઈએ, સ્વાર્થ અને સંકુગિતતા ઘટતાં જવાં જોઈએ. ૮૦ વર્ષના થઈએ ત્યારે યાદ રાખવા જેવા દસમાંના સાત
મુદ્દા આગલા બે લેખોમાં જોઈ ગયા. આઠમો મુદ્દો તે
ઉદારતા. આમ તો નાના હોઈએ ત્યારથી જ આટેવ પડી જવી જોઈએ. માબાપોએ પહેલેથી જ સંતાનોને ઉદાર સ્વભાવના બનવાની તાલીમઆપવી જોઈએ. ઉપનિષદની આ વાતને વ્યવહારમાં મૂકવાનું નાનપણથી જ આવડી જવું જોઈએ કે તેન ત્યક્તેન (ભૂંજીયા: જેનો વ્યાપક અર્થ એ થાય કે જે મળે છે તેને સૌની સાથે વહેંચીને વાપરવું જોઈએ.
ઉંમર વધતી જાય એમ સ્વભાવની કૃપણતા ઘટતી જવી જોઈએ. ૮૦ વર્ષની ઉંમરે 'મારું-મારું' કરવાને બદલે “મારી પાસે જે કંઈ છે તે તમારા સૌનું છે.' એવી ભાવના રાખીને તમારી માલિકીની ચીજવસ્તુઓને
ઉદારતાપૂર્વક આસપાસનાઓમાં તેમજ અપરિચિંતોમાં પણ, પ્રસાદ રૂપે વહેંચ્યા કરવાની હોય, વહેંચવાનો
આનંદ લીધા કરવાનો હોય. સંઘરવાનો આનંદ લેવાની ઉંમર હવે પૂરી થઈ ગઈ. તમારી પાસેના પૈસા, તમારી
અન્ય સંપત્તિઓ, તમારા શોખ અને તમારા પેશનથી તમે વસાવેલી ચીજવસ્તુઓ-આ સઘળું હવે ક્રમશઃ
બીજાઓમાં બાંટતાં જવું જોઈએ. પોતાની જરૂરિયાત પૂરતું ધન અને તમારી અન્ય સગવડો સચવાય એટલું
ભલે તમારી પાસે રહે (રહેવું જ જોઈએ, અન્યથા પરવશ બની જશો) પણ અમુક હદથી વધારાનું જે ભેગું
કર્યું છે તે તમારા મર્યા પછી બીજાઓ લઈ જાય એન બદેલે તમારા જીવતેજીવત તમારા હાથે જ બીજાઓને
ભેટ આપી દેશો તો જેમને મળ્યું છે તે લોકો તમને યાદ રાખશે, મારા એક પત્રકાર વડીલ અને મિત્ર હતા.
વિવિઅ કરીને મને એમની સમૃદ્ધ લાઈબ્રેરીમાંથી મને ગમતું કોઈ પણ પુસ્તક પસંદ કરવાનું કહેતા અને પોતાના હસ્તાક્ષર કરીને મને આશીર્વાદ સાથે ભેટરૂપે આપતા. ઉદારતા કોઈ પણ ઉંમરની વ્યક્તિ
માટે એક ઘરેણું છે અને ૮૦ વર્ષની એક સોનાના મુગટ જેવો સદગુલ છે નવમો મુદ્દો
એ કે આ ઉંમરે તમારા જે કંઈ આગ્રહો હોય તેને જો ઓગાળી ન શકતા હો તો તેને પૂરા કરવાની જવાબદારી
તમારા શિરે રાખવી, બીજાઓ પર આધાર ન રાખવો. ચાદર પર એક પણ કરચલી વગરની પથારી જોઈતી હોય અને બીજાઓ તમારી પથારી પાથરી આપવામાં લોચાલાપસી કરતા હોય તો કચકચ કરવાને બદલે જાતે
પથારી પાથરી લેવી અન્યથા જેવી પથરાઈ હોય તેવી ચલાવી લેવી. અમારા બાપ-દાદાઓના જમાનાથી જે
પારિવારિક વડીલ હતા તે નટુકાકાને મેં અમારા વતન દેવગઢ બારિયામાં ૧૦૨ વર્ષની ઉમરે રોજ સવારે
પોતાના માટેના આયુર્વેદિક કાઢા, ચૂર્ણ વગેરે જાતે બનાવતાં જોયા છે. એમની સહાય માટે ચોવીસે કલાક
એક સેવક હતો તે છતાં. તેઓ પોતાની ચા પણ જાતે બનાવીને પી લેતા.
૮૦ પ્લસની ઉંમર પછી પણ હરવાફરવાનો શોખ હોય તે સારું જ છે, હોવો જ જોઈએ. પણ પ્રવાસ માટેની
બેગ તૈયાર કરવાથી માંડીને જરૂરી દવા-નાસ્તા સાથે જો તમે હવે બીજાઓને કે તમારી
આસપાસના વાતાવરણને અનુકૂળ થઈને નહીં જીવો તો આઉટડેટેડ થઈને સાવ
ખૂણામાં ધકેલાઈ જશો લેવા માટે બીજાઓ પર નિર્ભર રહેવાને બદલે આ કેમ નથી લીધું, આ આટલું બધું લેવાની શું જરૂર છે. પોતાની રીતે જ તૈયારીઓ કરી લેવી. પરતંત્રતા કોઈ પણ ઉંમરે ન હોવી જોઈએ. ૮૦ પછી તો બિલકુલ નહીં. એ ઉંમરે સારા કપડ શુઝ વગેરે પહેરવાના શોખ હોય તે સારું જ છે પણ એની જાળવણીની જવાબદારી પણ તમારે જ ઉપાડવી પડે. બીજાઓ પર આધાર રાખશો તો
ફસ્ટ્રેટ થઈ જશો અને આ ઉંમરે જો સ્વભાવમાં કડવાશ પ્રવેશી જશે તો એને પ્રયત્નપૂર્વક બહાર કાઢવા માટેનો પૂરતો સમય તમારી પાસે નહીં હોય. તમારી અન્ય ચીજવસ્તુઓની જાળવણી માટે, તમારાં વાહન-ઘર-
બગીચા-બેડરૂમની જાળવણી માટે, પણ તમારે જાતે જ સત્ય થઈ જાય.
ઘરમાં જુવાનિયાઓ પાર્ટી કરીને ઘોંઘાટ કરતા હોય તો સહન કરી લેજો. ભલે આ ઘર તમારી માલિકીનું
ધ્યાન રાખવું પડે, સમય ફાળવવો પડે, એટલે શારીરિક શક્તિ પણ તમારી પાસે હોય તે જરૂરી છે.
દસમી અને છેલ્લી વાત. જિંદગી આખી તમે તમારી શરતોએ જીવ્યા. ભલે પણ હવે તમારા
આગ્રહોને ઓગાળીને બીજાઓ સાથે અનુકૂળ થઈને જીવવું અનિવાર્ય છે. જો તમે હવે બીજાઓને કે તમારી
આસપાસના વાતાવરણને અનુકૂળ થઈને નહીં જીવો તો આઉટડેટેડ થઈને સાવ ખૂણામાં ધકેલાઈ જશો અને
લોકો રાહ જોતા થઈ જશે કે ક્યારે આ વડીલનું રામનામ સાયલન્સ પ્લીઝ!
હોય. તમારાં પૌત્ર-પૌત્રીને ખુશ કરવા તમારાં ઠીકરા- વહુ નાતાલ વખતે કિસમસ ટી લાવીને ડ્રોઇંગ રૂમને
શણગારે તો ચલાવી લેજો-ભલે તમે આજીવન સનાતન સંસ્કૃતિને ચાહી હોય. પિત્ઝા, પાસ્તા કે મેંદાવાળી
વાનગીઓની હાનિકારતા વિશે ઉપદેશ આપવાને બદલે તમે પણ કયારેક એમની સાથે બટકું એ ખોરાક ખાઈને બીજા દિવસે ઉપવાસ કે ફળાહાર કરી લેજો. છોકરાંઓ એમના બર્થ ડે પર મંદિરે જવાને બદલે કે ઘરમાં દીવો પ્રગટાવવાને બદલે કેક લાવીને મીણબત્તીઓને ફૂંક મારવાનો કાર્યક્રમ ગોઠવતા હોય તો એમને ઠપકો કે સલાહ આપવાને બદલે તમે પણ માથે શંક આકારની પૂંઠાની ટોપી પહેરીને હોંશે હોંશે હેપી બર્થ ડે ટુ યુનું ગાન કરજો. યાદ રાખજો કે તમારે જે સંસ્કાર આપવાના હતા તે આપી દીધા છે. જો એ સંસ્કાર બરાબર ન ઝિલાયા હોય તો એમાં થોડોઘણો વાંક તમારો પણ હશે. ૮૦ વર્ષે તમને લાગવાનું છે કે કાશ તમે ૬૦ વર્ષના
હોત તો? તો કેટકેટલી વાતોનું તમે ધ્યાન રાખતા થઈ ગયા હોત! ૬૦ વર્ષે તમને વિચાર આવશે કે અમુક વાતો
તમે ૫૦ વર્ષના હતા ત્યારે જ અમલમાં મૂકી દીધી હોત તો? ૫૦ વર્ષે તમને લાગવાનું છે કે ૪૦ વર્ષે જ આટલી
વાત સમજાઈ ગઈ હોત તો અને ૪૦ વર્ષે...અનંત છે આ બધું, કદાચ ૧૦૦મી વર્ષગાંઠ ઊજવતી વખતે વિચાર
આવી જશે કે ૮૦ વર્ષના થયા ત્યારે આટલું સાચવી લીધું હોત તો! છ
વૃદ્ધાવસ્થા એટલે? અત્યારે મારી ઉંમર જેટલી છે
તેના કરતાં ૧૫ વર્ષ વધારેની ઉંમર!
- ઓલિવર વેન્ડલ હોમ્સ (૧૮૦૯-૧૮૯૪,
અમેરિકન લેખક, કવિ અને ડૉક્ટર)
hisaurabhshah@gmail.com