*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
જેમ જેમ તમારી ઉંમર વધતી જશે એમ તમારા
માટેના આદરને લીધે, તમારા માટેના પ્રેમને લીધે તમારું
નાનુંમોટું કામ કરવાવાળા મિત્રો-કુટુંબીઓ-સ્વજનો-
પરિચિતો વધતાં જશે. પણ સાવધાન. તમે આવી ટેવ
પાડતા નહીં. તમારું કામ તમે જાતે જ કરજો. ઘરમાં
પાણી પીવું હોય કે પછી સ્નાન કર્યા બાદ બાથરૂમને
કોરો કરવાનો હોય ત્યાં સુધીનાં કામ જાતે જ કરવાની ટેવ રાખજો. ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ
નહાયા પછી પોતે જ બાથરૂમ કોરો કરે છે એવું સુધા મૂર્તિએ કહ્યું હતું.
આ તો બી નાની વાતો થઈ પણ અગત્યની તો છે જ. એથી થોડીક મોટી વાતો જેમ કે, ટ્રેન-પ્લેનની
ટિકિટો બુક કરાવવી કે પછી વેકેશન-બિઝનેસ ટ્રિપ માટે હોટેલો-ટેક્સીઓ બુક કરાવવી કે એ માટેનું
શોપિંગ કરવું કે ઘરનાં બિલેો ઓનલાઈન ભરવાં કે ડ્રાઈવિંગ કરવું જેવાં કામ કરવાની ટેવ રાખવી અને
૮૦ના થયા પછી આવી ટેવો જાળવી રાખવી. આ ઉપરાંત મોટાં કામો જેમ કે, ડૉક્ટર કે વૈદ્ય
પાસે જઈને શારીરિક તકલીફો કઈ છે તે સમજવું, તેના નિવારણ માટે જે કંઈ ઉપચારો કહેવામાં આવ્યા
હોય તેનો અમલ કરવો વગેરે કામ પણ તમારે જાતે જ કરવાં. ક્યાં સુધી તમારી પત્ની કે તમારી પુત્રવધૂ
તમને ડાઈનિંગ ટેબલ પર બીપી-સુગર-હાર્ટ વગેરેની રંગબેરંગી ગોળીઓનો થાળ તૈયાર કરીને પીરસતી
રહેશે? ક્યાં સુધી તમે ઓટીટી પર સીરિઝ કે મૂવી જોવા માટે રિમોટનું કયું બટન ક્યારે દબાવવું તે શીખવું ન પડે તેના માટે બીજાઓ પર નિર્ભર રહેશો? સાઠ, સિત્તેર કે એશી વર્ષે તમે બીજાઓ પર ભારરૂપ
ન બનો એ જોવાની જવાબદારી તમારી પોતાની. એક તો તમારી જવાબદારી લેનારી તમારી સિસ્ટમો ક્યારે
કડડભૂસ થઈ જાય તેનો કોઈ ભરોસો નહીં. બીજું, સતત બીજાઓ પાસે તમારું કામ કરાવ્યા કરશો તો બીજાઓ તો ત્રાસી જ જશે,