યૌવનમાં કરેલી ભૂલોથી ઘડપણ વહેલું આવી શકે!
દુ:ખમે હરીકો સબ
ભજે, સુખમે ભજે નહિ
કોઈ, સુખમે હરીકો જો
ભજે તો દુ:ખ
કાહેકો હોય,
સા માન્ય
રીતે દુ:ખના દિવસોમાં
ભગવાનની ભક્તિ સૌ કોઈને
યાદ આવે છે. આવું
જ કંઇક આરોગ્યની બાબતમાં
અવારનવાર જોવા મળે છે.
બિમાર પડયા પછી દોડધામ
વધી જાય છે અને
આરોગ્યના નિયમોની કાળજી પણ લેવામાં
આવે છે. ખરેખર તો
સારું આરોગ્ય હોય, તંદુરસ્તી
સારી હોય ત્યારે આરોગ્યના
નિયમોનું પાલન કરવામાં આવે
તો સારું આરોગ્ય ચાલુ
રહે છે એટલું જ
નહીં ઘડપણ પણ ઘણું
જ મોડું આવે. આજે
સરેરશ આયુષ્ય વધ્યું છે
એ હકીકત છે છતાં
ભારતના સુવર્ણકાળમાં જે આયુષ્ય હતું
એનાથી ઘણાં પાછળ છીએ
આજે ૪૫ વર્ષની વય
પછી મોટાભાગની વ્યક્તિઓ એકાદ બે દવાઓ
લઇ રોગના ડર નીચે
જીવતી હોય છે. એસિડીટી,
લીવરના રોગો, પાચનને લગતાં
રોગો, હાઈ બ્લડપ્રેશર, ડાયાબીટીસ,
શરદી, એલર્જી, આર્થાઇટિસ, માનસિક રોગો વગેરેમાંથી
એકાદ રોગના ભોગ, મોટાભાગની
વ્યક્તિ બનેલી હોય છે
આના કારણે ઘડપણ વહેલું
આવે છે.
બાળપણમાં વધારે
પડતાં લાડકોડથી ઉછેરવામાં મા-બાપે કરેલી
ભૂલથી યુવાવસ્થામાં આરોગ્યનું ધ્યાન રાખ્યા વિના
વધારે પડતી મોજમસ્તીથી જીવન
વીતાવવાથી વૃધ્ધાવસ્થાનાં લક્ષણો વહેલાં એક
પછી એક શરૂ થાય
છે. આ ઘડપણ વહેલું
શરૂ થાય નહીં એ
માટે એક વનસ્પતિ યોગ
અહી રજુ કરીએ છીએ.
૪૦ વર્ષની ઉંમરે પહોંચેલી
વ્યક્તિ નિયમિત લેવાનું શરૂ
કરે તો વૃધ્ધાવસ્થાનાં લક્ષણો
અટકી જશે.
ગળો, ગોખરૂ,
આમળાં, હરડે, ચાલીસા, જેઠીમધ,
શંખપુષ્પી, પુનર્નવા, શતાવરી, અશ્વગંધા, વરધારો, મેથી, સીમળા મૂળની
છાલ સરખે ભાગે લેવા.
આમાંથી આમળાં છાયે સૂકવી
વાપરવા, હરડે ચાલીસાનું ઘેર
ચૂર્ણ બનાવવું. આમળા ખમણી સૂકવી
રાખવા. આમાંથી જરૂર મુજબ
ચૂર્ણ બનાવી ઉપયોગ કરવો.
દરેક સરખે ભાગે લઇ
બારીકચૂર્ણ બનાવવું. અથવા દરેકનું બારીકચૂર્ણ
મેળવવું. આમાંથી દરરોજ એક
કે બે વખત ૩થી
૬ ગ્રામ દૂધ સાથે
નિયમિત લેવું.
પોતાની પ્રકૃતિને
અનુકૂળ હોય એવા આહારવિહારનું
સેવન કરવું. આ ઔષધો
રસાયન, જઠરાગ્નિ પ્રદિપ્ત રાખનાર, ત્રિદોષ અને સપ્તધાતુને સમતોલ
રાખનાર હોવાથી નિત્ય સેવન
કરવામાં કોઈ આડઅસર થતી
નથી. લાંબો સમય કે
કાયમ શરૂ રાખવાથી ઘડપણના
લક્ષણો ઘણાં જ મોડાં
શરૂ થાય છે. શરીર
સુડોળ અને ચામડી અરુક્ષ
રહે છે. કરચલીઓ બિલકુલ
પાછલી ઉંમરે પડે છે.
ટટ્ટાર ચાલી શકાય છે.
દ્રષ્ટિ, કાન, મગજ સુંદર
કામ કરે છે.
ડાયાબીટીસ,
હાઈબ્લડપ્રેસર, પ્રોસ્ટેટવૃધ્ધિ, લીવરના રોગો, હાઈકોલેસ્ટેરોલ
અને પાંડુ (એનિમિયા)ના
દર્દીઓ પોતે લેતાં હોય
એ ઔષધો સાથે આ
યોગ શરૂ કરી શકે
છે. પોતાનો રોગ કાબૂમાં
લેવામાં મદદરૂપ થશે અને
ઘડપણ દૂર ધકેલાશે. આ
ઔષધ યોગ સાથે યોગાસનો
નિયમિત કરવાથી, ખોરાક લેતાં હોઈએ
એ પ્રમાણે શ્રમ કે હળવી
કસરત કરવાથી આ યોગનું
પરિણામ ઝડપી બને છે.
કોરોનાના
આ સમય દરમ્યાન આ
ચૂર્ણ લેવાથી રોગપ્રતિકારક શક્તિ
વધે છે. ચાલીસ વર્ષની
ઉંમર પછી બહુ ખાટા,
બહુ તીખા, બહુ ખારા
પદાર્થો લેવા જોઇએ નહિં.
એનાથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે
અને ઘડપણ વહેલું આવે
છે.
from Magazines News – Gujarat Samachar : World’s
Leading Gujarati Newspaper https://ift.tt/2FPXJX2
via IFTTT